અબડાસા વિસ્તારમાં કપાસ અને મગફળીનું સૌથી વધુ વાવેતર કરાયું

 

 અબડાસામાં સૌથી વધુ કપાસ તેમજ મગફળીનું વાવેતર થઇ રહ્યું છે. ચોમાસાની શરૂઆત થતાની સાથે જ 17 ઇંચ જેવો વરસાદ વરસી ચૂકેલ છે. ખેડૂતો તેમજ માલધારીઓમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અબડાસા તાલુકાનાં કેટલાક વિસ્તારોમાં કપાસ તેમજ મગફળીનું મોટાપાયે વાવેતર કરવામાં આવેલ છે.   અબડાસા તાલુકાનાં કોઠારા વિસ્તાર તેમજ વરાડિયા, વીંઝાણ, નરેડીમાં પણ કપાસ, ગુવાર, મગ, મગફળીની વાવણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમા આશરે  35,607 હેક્ટરમાં વાવેતર કરવામાં આવેલ છે ઉપરાંત હજુ પણ ખેતરોમાં વાવેતરનું કામ ચાલુ છે, તેવું જાણવા મળેલ છે.

       વાંકુના ખેડૂત અગ્રણી જુવાનસિંહ જાડેજા દ્વારા જાણવા મળેલ હતું કે, બિપોરજોય વાવાઝોડાંમાં થયેલ વરસાદથી કપાસને ખાસ્સું એવું નુકસાન થયેલ હોવાનું જાણવા મળેલ હતું. વાવાઝોડાના કારણે અમૂક વિસ્તારમાં નુકસાની થઇ છે જ્યાં ખેડૂતો દ્વારા બીજી વખત કપાસની વાવણી કરવામાં આવી રહી છે.