ભુજના ઝોમેટોમાંથી ભોજન મગાવ્યા બાદ રૂા. 86,232ની ઠગાઈ આચરાઈ

copy image

                ભુજની જી.કે. જનરલ હોસ્પિટલના જાણીતા સિવિલ સર્જન કશ્યપ બૂચના પત્ની સ્ટેલાબેનના ખાતામાંથી 86,232 રૂપિયા ઝોમેટોમાંથી ભોજન મગાવ્યા બાદ ઉપાડી ગયેલ હતા. બે માસ અગાઉ બનેલી ઘટના બાબતે ગુરુવારે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

નોંધાયેલી ફરિયાદ અનુસાર ફરિયાદીએ ઝોમેટોમાંથી ભોજન મંગાવેલ હતું  ઓર્ડર ન આવતાં પૈસા પરત મેળવવા ગૂગલ પે એપમાં જઈ ઝોમેટો કસ્ટમર કેરના નંબર મેળવી ફોન કરતાં સામે રહેલી વ્યક્તિએ તેની પ્રોસેસ કરવા માટે ઓટીપી આવશે તે આપવા કહેતાં ફરિયાદીએ તે આપી દેતાં જુદા-જુદા બે ટ્રાન્ઝેક્શનથી ફરિયાદીના ખાતામાંથી 86,232 રૂપિયા ઉપડી ગયેલ હતા. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.