નખત્રણામાં બનેલ અપહરણ કેસમાં સમાધાન કરવા બાબતે 22 લાખની માગણી કરાઈ
નખત્રાણા અપહરણ અને પ્રેમલગ્નના મુદ્દામાં સમાધાન પેટે 22 લાખની માગણી કરાઈ હતી. જેની ફરિયાદ નખત્રાણા પોલીસ મથકે નોંધવાઈ છે. નોંધાયેલી ફરિયાદ અનુસાર યુવક-યુવતીએ આંતરજ્ઞાતીય લગ્ન કરેલ હતા. ત્યાર બાદ યુવતીના સાસરિયા સાથે મારકૂટ કરાયા બાદ તેનું અપહરણ થયું હતું, પરીણામે સમાધાનના શરૂ થયેલા દોરમાં સમગ્ર ઘટના બની હોવાનું ફરિયાદમાં લખાવાયું હતું. આ બાબતે આરોપી સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.