ભુજ ખાતે આવેલ  પ્રિન્સ હોટેલમાં અજાણ્યા વ્યક્તિઓ દ્વારા તોડફોડ કરાઈ

copy image

ભુજ ખાતે સ્ટેશન રોડ ઉપર આવેલ પ્રિન્સ હોટલમાં ગ્રાહક તરીકે આવેલા અજાણ્યા શખ્સોએ તોડફોડ મચાવતાં રાત્રે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જાણ થતાં જ પોલીસ સ્થાનિક હોટલમાં પહોંચી ગયેલ હતી. હોટેલના સીસીટીવી કૅમેરા ચેક કરતા સર્વે હકીકત સામે આવી છે. મળેલ પ્રાથમિક વિગત અનુસાર આરોપીઓએ કોઈ બાબતે માથાકૂટ કરી દરવાજા પર ધોકા પછાડવાની હરકત કરી હતી, તે બાબત જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.