પૂર્વ કચ્છ જિલ્લા ગળપાદર જેલમાં મોબાઇલ મળી આવતાં દોડધામ મચી હતી
copy image
ગળપાદર ખાતે આવેલ જિલ્લા જેલમાં જેલના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગત દિવસે સાંજે ઝડતી તપાસ હાથ ધરાઈ હતી. તે દરમીયાન યાર્ડ નંબર 1ની બેરેક નંબર 1 પાસે આવ્યા હતા. આ બેરેકના શૌચાલય ઉપર ચડી તપાસ કરતાં વિવો કંપનીનો મોબાઇલ મળી આવેલ હતો. સિમ કાર્ડ સાથે મળી આવેલા આ મોબાઇલ બાબતે કેદીઓને પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ કાંઇ બહાર આવ્યું નહોતું.
ગળપાદર ખાતે આવેલ જિલ્લા જેલમાં કોઇ કેદીએ આ મોબાઇલનો ઉપયોગ કર્યો છે કે નહીં ? તેમજ મોબાઇલનો ગુનાહિત પ્રવૃત્તિ માટે ઉપયોગ કરાયો છે કે નહીં ? તે બાબતે વધુ તપાસ માટે આ મોબાઇલને એફ.એસ.એલ. માટે મોકલવામાં આવેલ હતો. પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.