મુન્દ્રા ખાતે આવેલ ઝીરો પોઇન્ટ પાસેથી 1.35 લાખના હેરોઇનના જથ્થા સાથે એક સખ્શને ઝડપી પાડતી SOG ટીમ

કચ્છ જીલ્લામાં શહેરી વિસ્તારમાં ડ્રગની હેરાફેરીના મામલાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેવામાં ત્રણ દિવસ અગાઉ જ્યારે માધાપર પાસેથી ભારી માત્રામાં કીમતી હેરોઇનના જથ્થા સાથે પાંચ સખ્સો ઝડપાયા ત્યાર બાદ ગત રાતે મુન્દ્રાના ઝીરો પોઇન્ટ સર્કલથી મૂળ ઉત્તર પ્રદેશના હાલ રાપરના કનમેરની હાઇવે હોટેલ ખાતે રહેતા ક્રિષ્ના છોટેલાલ નવલસિંહ વર્મા નામના  સખ્શને બાતમીના આધારે એસઓજીની ટીમે ઝડપી તેની પાસેથી રૂ. 1.35 લાખની કિંમતનું 2.7 ગ્રામ હેરોઇન કબ્જે કરેલ હતું.

              વધુ તપાસ કરતા જાણવા મળેલ હતું કે, ડ્રગનો જથ્થો તેને શેરે પંજાબ ઢાબામાં રહેતા લવપ્રીતસીંઘ જાટ પાસેથી વેંચાણ અર્થે લઈ આવેલ હતો. આરોપી વિરૂદ્ધ મુન્દ્રા પોલીસ મથકે ગુનો નોંધી એનડીપીસી એક્ટ તળે આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

       પશ્ચિમ કચ્છ વિભાગમાં એક જ સપ્તાહના સમયગાળા દરમીયાન ડ્રગનું વેંચાણ કરતા સખ્શોને ઝડપી પાડવામાં આવ્યા હોવાની બે ઘટના પોલીસ મથકે નોંધાઈ છે, તેમજ હજુ પણ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.