માધાપર હાઈવે પર રૂ2.10 કરોડના હેરોઇન જથ્થા સાથે ઝડપાયેલા પાંચ સખસો પૈકી એક સરપંચ તેમજ બીજો સસ્પેન્ડેડ પોલીસ હોવાનું સામે આવ્યું

માધાપર હાઇવે પર એસઓજી ટીમે ઓપરેશન કરીને 2.10 કરોડની કિંમતના 420 ગ્રામ હેરોઇનના જથ્થા સહિત પંજાબના પાંચ સખશોની ધરપકડ કરેલ હતી જેઓને શુક્રવારે ભુજની કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવતા કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેઓની પૂછપરછ તપાસનીશ પીઆઇ હાર્દિક ત્રિવેદી દ્વારા શરૂ કરાઈ છે.

              વધુ તપસ કરતાં જાણવા મળ્યું હતું કે, પંજાબથી હેરોઈનના જથ્થા સાથે આરોપીઓ નોન સ્ટોપ 1200 કિલોમીટર ડ્રાઇવિંગ કરીને કચ્છમાં માત્ર માલ વેચવા અર્થે આવેલ હતા પરંતુ હોટલમાં રોકાણ કરતી વખતે તેઓ નોકરી માટે આવેલ હોવાનું જણાવેલ હતું માધાપર હાઇવે પરના હરભોલે ગેસ્ટહાઉસમાંથી  તેઓ ભુજ તરફ આવે તે પહેલા જ પોલીસે ફાયરિંગ કરીને તેઓને ઝડપી લીધા હતા. પોલીસ દ્વરા કરવામાં આવેલ ઓપરેશન દરમીયાન કારમાં સ્ટેયરિંગના બોનેટમાંથી છુપાવેલું હેરોઈન મળી આવેલ હતું. આરોપીઓ સામે માધાપર પોલીસમાં એનડીપીએસ એક્ટની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે પ્રાથમિક તપાસ દરમીયાન જાણવા મળેલ કે જે પાંચ આરોપી ઝડપાયા છે તે પૈકી એક પંજાબના કોઈ ગામનો સરપંચ છે જેની સામે લૂંટ સહિતના પાંચ જેટલા બનાવો નોંધાયેલા છે. જ્યારે બીજો સખ્શ  સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી હોવાનો સામે આવેલ છે. આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધી વધુ આગળની તપાસ હાથ ધરી છે.