આદિપુરના ટીટી ખેલાડીએ યુએસ નેશનલ ચેમ્પિયનશિપ સિલ્વર મેડલ મેળવ્યો

copy image

આદિપુરના આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડી ઈશાન હિંગોરાણીએ ફોર્ટ વર્થ, ટેક્સાસ ખાતે યોજાયેલ યુએસ નેશનલ ચેમ્પિયનશિપ 2023માં અંડર 2600 કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવી પોતાનું તેમજ દેશનું નામ રોશન કર્યું છે.

  આ અગાઉ પણ ઈશાને તેની હર એક ગ્રુપ મેચો જીતીને મુખ્ય ડ્રોમાં પ્રવેશ મળવ્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં ઇશાને વુ રાયન 2397 રેટેડ ખેલાડીને 3-0થી હરાવ્યો હતો. સેમિફાઈનલમાં ઈશાને ટોપ સીડ કિમ મિનવુ 2599 રેટેડ પ્લેયરને પાંચ ગેમની રોમાંચક મેચમાં 3-2થી હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો.  ઈશાન હાલમાં ઇન્ડિયા કોમ્યુનિટી સેન્ટર, મીલપીટાસ, કેલિફોર્નિયા ખાતે ટ્રેનિંગ કરી રહ્યો છે. ઇશાને મેળવેલ  સિદ્ધિ બદલ કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશનના બધા પદાધિકારીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ હતા.