મુંદ્રા તાલુકાનાં નાના કપાયાની ફેક્ટરીમાંથી છ લાખની ચોરી થતાં ચકચાર
copy image
મુંદરા તાલુકામાં આવેલ નાના કપાયા રોડ પર આવેલી યશ એન્ટરપ્રાઈઝ નામની મિનરલ પાણીની ફેક્ટરીમાંથી પાંચ સખશો 6,22,000ની રોકડની ચોરી કરી નાસી છૂટેલ હતા. જેની ફરિયાદ ઈરફાન અબ્દુલકાદર દ્વારા નોંધાવવામાં આવેલ હતી. નોંધાયેલી ફરિયાદ અનુસાર, નાના કપાયા રોડ પર આવેલી યશ એન્ટરપ્રાઇઝ મિનરલ વોટરની ફેક્ટરીની ઓફિસમાં કામ કરતો અશગર ઈબ્રાહીમ તુર્ક કામ પૂર્ણ કર્યા બાદ ઓફિસ બંધ કરી ઘરે ગયેલ ત્યાર બાદ પછીના દિવસે સવારના ભાગે સિક્યોરિટી ગાર્ડે ઓફિસનું તાળું તૂટેલું હોવાનું ફરિયાદીને જણાવ્યું હતું. ફેક્ટરીની ઓફિસમાં વેરવિખેર સામાન વચ્ચે 6,22,000 રોકડ રાખેલું લોકર ગુમ જણાયું હતું. સીસીટીવીની તપાસ કરતાં પાંચ ઈશમો લોકરને ઉપાડી જતા જણાયા હતા. ફેક્ટરીની આસપાસ શોધખોળ કરાતાં તૂટેલી હાલતમાં લોકર મળી આવ્યું હતું, જેમાંથી રોકડ મળી આવી ન હોતી. આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.