ગાગોદર પો.સ્ટે વિસ્તારમાંથી ગેર કાયદેસર માદક પદાર્થ હેરોઇન સાથે આરોપીને પકડી પાડતી એલ.સી.બી.,એસ.ઓ.જી. પુર્વ –કચ્છ, ગાંધીધામ

જે.આર.મોથલીયા સાહેબ,સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ,ગાંધીધામ નાઓ તરફ્થી જિલ્લામાં નશીલા પદાર્થોની ગેરયદેસર હેરાફેરી/વેચાણની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચનાઓ આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.જાડેજા નાઓની આગેવાનીમાં એલ.સી.બી. તથા એસ.ઓ.જી. ટીમ ભચાઉ-લાકડીયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પશ્ચિમ ડચ્છ ભુજના એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેક્ટરથી વી.વી.ભોલા સાહેબે ફોનથી જાણ કરેલ કે લવ પંજાબી નામના ઈસમ પાસે નાર્કોટીક્સનો જથ્થો છે અને વેચાણ કરે છે તેવી હકીકત આધારે આડેસરથી સામખીયારી ત૨ફ જતા હાઇવે રોડ પ૨ આવેલ ડાનમેર પાટીયાથી થોડેડ દુર આવેલ શાન એ પંજાબ ઢાબા કાનમેર સીમ તા.રાપર ખાતેથી નીચે જણાવેલ આરોપીને માદક પદાર્થ હેરોઈનના જથ્થા સાથે પક્ડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગણોદર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.
(૧) લવપ્રિતસિંગ નિર્મલસિંગ સન્ધુ ઉ.વ. ૨૩ મુળ રહે. ગામ પુનીયા પો.સ્ટે. ધરીયાલા તા.પટ્ટી જી.તરબતા૨ન પંજાબ તથા
(૨) તપાસમાં નિકળે તે
કબ્જે મુદ્દામાલની વિગત
હેરોઇન વજન -૩૧.૭૬ ગ્રામ કિ.રૂ. ૧૫,૮૮,૦૦૦/- મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ. ૧૦,000/-
રોકડા રૂ. ૬૭00/- કુલ કી.રૂ.મુદામાલ રૂ.૧૬,૦૪,૭૦૦/- આ કામગીરી એસ.ઓ.જી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.જાડેજા તથા એલ,સી.બી. પોલીસ સબ ઈન્સપેકટર એસ.એસ.વરૂ તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઈન્સપેકટર એમ.એમ.ઝાલા તથા એલ.સી.બી.,એસ.ઓ.જી.સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.