રાપર તાલુકા ખાતે આવેલ  ગેડી ગામમાં યુવતીનો હાથ પકડી છેડતી કર્યા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ

copy image

 

રાપર ખાતે આવેલ ગેડી ગામે પગપાળા જતી એક યુવતીનો હાથ પકડી છેડતી કરતા એક શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. રાપર તાલુકાનાં ગેડી ગામમાં ગત તા. 14/7ના છેડતીનો આ બનાવ બન્યો હતો. ગેડી ગામના રહેનાર એક યુવતી અને તેના પિતા પગપાળા જઇ રહ્યા હતા, તે સમય દરમ્યાન તેના પિતા આગળ નીકળી ગયા હતા. તેવામાં આરોપી ત્યાં બાઇક લઇને પહોચી આવેલ હતો અને યુવતીનો હાથ પકડી ઘર કરવાની કેમ ના પાડી તેમ કહી ઉપાડી લઇ જવાની ધમકી આપેલ હતી તેવામાં યુવતીએ રાડા રાડ કરતાં તેના પિતા ત્યાં દોડી આવ્યા હતા. આરોપીએ યુવતીના પિતા સાથે ઝપાઝપી કરેલ હતી. આ બનાવ બાબતે પોલીસ મથકે ફરિયાદ નોધાઈ હતી. જે અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.