નખત્રાણાના નવાનગરમાથી પાસાનો દાવ ખેલતા પાંચ ખેલીઓને ઝડપી પડાયા
copy image
ગત દિવસે નખત્રાણામાં આવેલ નવાનગરના ખુલ્લા વાડામાં ધાણીપાસા વડે જુગાર રમતા પાંચ જુગારીને પોલીસે ઝડપી પાડયા હતા. ગત દિવસે સાંજે નખત્રાણા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન તેઓને બાતમી મળી હતી કે નખત્રાણામાં આવેલ નવાનગરના ખુલ્લા વાડામાં ધાણીપાસા વડે જુગાર રમાઈ રહ્યો છે. બાતમીના આધારે નવાનગરના ખુલ્લા વાડામાં ગોળ કુંડાળું કરી ધાણીપાસા વડે જુગાર રમતા હાસમ ઊર્ફે અપ્પન મામદ હિંગોરજા, શિવજી નાગજી જેપાર, સદામ ઉમર હિંગોરજા, રજાક મુસાભાઇ નારેજા, સોયબ ઇશાક હિંગોરજાને રોકડા રૂા. 13,640 સાથે ઝડપી પડ્યા હતા. આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.