ક્રેડિટ કાર્ડ આપવાના બહાને વાપીમા રહેતા વેપારી સાથે 97,562ની ઓનલાઇન ઠગાઇ થતાં નલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
અબડાસા તાલુકાના બિટ્ટાના રહેવાસી અને હાલે વાપી રહેતા વેપારીને ક્રેડિટકાર્ડ આપવાના બહાને લિંક મોકલવામાં આવી લિન્ક ઓપન કરતાની સાથે જ તેના ખાતામાંથી રૂા. 97,562 ઉપાડી ગયેલ હતા જે બાબતે નલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
આ બાબતે મૂળ બિટ્ટાના અને હાલે વાપી રહેતા વિશાલ રમેશચંદ્ર ભાનુશાલી નામના વેપારી દ્વારા નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓને ગત તા. 1-3ના આરોપીનો ફોન આવેલ હતો અને પોતે દિલ્હી કોલ સેન્ટરમાંથી બોલાતા હોવાનું જણાવી સિટી બેન્ક દિલ્હી તરફથી તમને ક્રેડિટકાર્ડ આપવામાં આવશે તેમજ બેન્ક તરફથી પાંચ લાખની ક્રેડિટ મળશે તેવું જણાવવામાં આવેલ હતું. ફરીયાદી 23-4ના વતન બિટ્ટામાં આવેલ ત્યારે તેના સ્માર્ટ ફોનમાં વોટ્સઅપ પર સિટી બેન્ક ક્રેડિટકાર્ડ ઓફરની એપલિકેશનની લિંક આવેલ હતી અને ડાઉનલોડ કરતા ફરિયાદીના ઇન્ડસઇન્ડ બેન્કના ક્રેડિટકાર્ડમાંથી રૂા. 97,562 કપાઇ ગયેલ હતા. આમ તેઓ સાથે ઓનલાઇન છેતરપિંડી થતા આરોપી સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલિસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.