ગાંધીધામ તાલુકાનાં કિડાણાના ફાર્મ હાઉસમાંથી 1.31 લાખની માલમતાની ચોરી થતાં ચકચાર
ગાંધીધામ ખાતે આવેલ કિડાણામાં આવેલા એક ફાર્મ હાઉસમાથી રૂા.1.31 લાખની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પિન્કસિટી સોસાયટીમાં 1200 વારમાં આવેલા ચાંન્શિફા નામના ફાર્મમાં ગત તા. 8/7ના બપોરના અરસામાં ચોરીનો બનાવ બન્યો હતો. પોલીસ દ્વારા મળેલ માહિતી અનુસાર, આરોપી ફાર્મ હાઉસના બંધ મકાનના દરવાજાના નકુચા તોડીને અંદર પ્રવેશી કુલ કી.1.31 લાખની ચોરી કરી નાશી છૂટેલ છે. આરોપીઓને ઝડપી પાડવા પોલીસે વધુ કામગીરી હાથ ધરી છે.