નખત્રાણા ખાતે આવેલ છારી પાસે નદીમાં ગાડી ધોવા ગયેલા યુવકને વીજકરંટ લાગતાં ઘટનાસ્થળે મોત નીપજયું
નખત્રાણા ખાતે આવેલ છારી ગામની નદીમાં ગાડી ધોવા ગયેલા 18 વર્ષીય યુવાનને વીજકરંટ લગતા ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. તેમજ ત્રણ બાળકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ગત દિવસે સવારના અરસામાં બનેલા બનાવમાં અન્ય ત્રણ બાળકો પણ ઈજાગ્રસ્ત થયેલ હતા.બનાવ અંગે વિગત આપતા નિરોણા પીએસઆઈ આર.ડી.બેગડીયા દ્વારા જાણવા મળેલ હતું કે છારી ગામ નજીકની નદીમાં બાળકો ગાડી ધોઈ રહ્યા હતા. તે સમય દરમિયાન નજીકમાં આવેલા વીજપોલના અર્થિંગ વાયરમાં કરંટ લાગતા હતભાગી યુવક બાળકોને બચાવવા ગયો હતો. જેમાં વીજકરંટ લગતા નીચે પટકાઈ જતાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વીજકરંટના કારણે ઈજ્ગ્રસ્ત થયેલા અન્ય બે બાળકોને સારવાર માટે ભુજની જી.કે. હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવેલ હતા.