નખત્રાણા તાલુકાનાં મુરૂની 20 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું
નખત્રાણા ખાતે આવેલ મુરૂમાં રહેતી 20 વર્ષીય યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર મુરૂમાં રહેતી 20 વર્ષીય ભાવનાબેન કાનજીભાઈ મહેશ્વરીએ ગત દિવસે આત્મઘાતી પગલું ભરી લીધું હતું. હતભાગી યુવતીએ બપોરના સમયે પોતાના જ ઘરે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જેને સારવાર અર્થે નખત્રાણા સીએચસી લઇ જવાય હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. બનેલ ઘટના અંગે નખત્રાણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.