ભૂજ તાલુકાનાં દહીંસરા ગામે નાની બાળાને ઉપાડી જવાનો નાકામ પ્રયાસ
copy image
ભુજ તાલુકાનાં દહીસરા ગામે નાનકડી બાળકીને ઉપાડી જવાનો પ્રયાસ કરતા ત્રણ શખ્સ પૈકી બે શખ્સ નાસી છૂટયા હતા, એક પકડાઇ ગયો હતો. જેને લોકોએ પોલીસને સોંપ્યો હતો, પરંતુ પોલીસ ફરિયાદ થઇ નહોતી, જેના પરીણામ સ્વરૂપે પોલીસનો ચોપડો કોરોકટ રહ્યો હતો. નાના ભૂલકાંનું અપહરણ કરી લઈ જવા માટેની ગેંગ ગામડાંઓમાં પણ સક્રિય થઇ ગઈ છે. ગામડાંઓના લોકોને જાગૃત રહેવાની જરૂર છે.મળેલ માહિતી અનુસાર શેરીમાં રમતી બાળાને સૂનકાર ભાસતી શેરીમાં કોઇ ચહલ-પહલ નહોતી ત્યારે ત્રણ અજાણ્યા શખ્સ આવીને મોઢા ઉપર ડૂચો મારી ઉપાડીને લઈ જવાને તૈયારી કરતા હતા. ત્યારે અચાનક બાળકીના કાકા મોટરસાઇકલથી આવી ચડતાં દેકારો મચી ગયેલ હતો. આસપાસના વિસ્તારમાથી લોકો એકઠા થઇ જતાં બે શખ્સ ઊભી પૂંછડીએ ભાગી ગયેલ હતા. જ્યારે એક શખ્સ લોકોના હાથે પકડાઇ ગયો હતો. જેને લોકોએ પોલીસના હાથમાં સોપેલ હતો. પોલીસે આ શખ્સનો હવાલો સંભાળ્યો હતો, પરંતુ પોલીસ ફરિયાદ કરવા કોઇ આગળ ન આવતાં આ મામલો ત્યાં જ ઠંડો પડી ગયેલ હતો