નવા કેન્દ્રબિંદુ પરથી કંપન અનુભવાયું : લખપત તાલુકાનાં બરંદા નજીક 2.6ની તીવ્રતાના કંપનનો અનુભવ થયો  

copy image

લખપત તાલુકાના બરંદા પાસે વહેલી સવારે 7.36 વાગ્યે  રિખ્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતાનું હળવું કંપન સિસ્મોગ્રાફી મશીન પર અંકિત થયેલ હતું. ગાંધીનગર ખાતે આવેલ સિસ્મોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા મળેલ માહિતી અનુસાર આ કંપનનું કેન્દ્રબિંદુ દયાપરથી 27 કિલોમીટર દૂર નોંધાયું હતું. વાગડ ફોલ્ટમાં આંચકાની અનુભૂતિ સામાન્ય બાબત છે, પરંતુ, નવા કેન્દ્રબિંદુમાંથી અનુભવાયેલું કંપન ભૂસ્તરશાત્રીઓ માટે સંશોધનનો વિષય બની ચૂક્યો છે.