માંડવી તાલુકાનાં કોડાય ગામે વિશ્વ પેપર બેગ દિવસ નીમીતે  કાપડની 1500 થેલીનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી

 

વિશ્વ પેપર બેગ દિવસ નીમીતે માંડવી તાલુકાનાં  કોડાયમાં 500 ઘરે ત્રણ-ત્રણ કાપડની થેલીના સેટ આપીને ઉજવણી કરવામાં આવેલ હતી. પાર્શ્વચંદ્ર ગચ્છના વરિષ્ઠ જ્ઞાન-ભાસ્કર મહોપાધ્યાય ભુવનચંદ્રજી મ.સા.ની નિશ્રામાં કોડાય રત્ન વિદ્યાચંદ્રવિજયજી મ.સા. દ્વારા પ્રેરાઈ  ધર્મભક્તિ પ્રેમસુબોધસૂરિ આરાધના ભવન જૈન ટ્રસ્ટ-કોડાય દ્વારા 1500 કાપડની થેલીનું વિતરણ માંડવીના કોડાય ખાતે 500 ઘરે ત્રણ થેલીઓનો સેટ બનાવીને કરવામાં આવ્યું હતું તેમજ પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરવાથી પશુઓ અને પર્યાવરણને નુકસાન અંગે સમજણ આપી પ્લાસ્ટિકની થેલીઓથી દૂર રહેવા જણાવવામાં આવેલ હતું. આ પ્રસંગે મે. ટ્રસ્ટી અમૂલભાઇ દેઢિયા, હરખચંદભાઇ ગાલા, અંજુભાઇ સાવલા, જાદવજીભાઇ, જીતુભાઇ સાવલા, લક્ષ્મીચંદભાઇ લાલન, વીરેન્દ્ર મારૂ, ભરત રાંભિયા, હિરેન લાલન, છગનભાઇ?નાગડા સહિત હાજરી આપી હતી.