ભૂજ તાલુકાના કુકમા ખાતે ખાત્રોડ ડુંગરે યોજાયેલા મેળામાં બહોળી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા
copy image
ભૂજ તાલુકાના કુકમા ગામની નજીક વાડીવિસ્તારમાં આવેલા તેમજ થયેલ મેઘકૃપાના કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે તેવા લીલાછમ ખાત્રોડ ડુંગર પર ગત દિવસે આશાપુરા માતાજીના મંદિરે મેળો ભરાયો હતો જેમાં આસપાસનાં ગામોમાંથી બહોળી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા હતા. ભુજ તાલુકાનાં કુકમા ઉપરાંત ભુજ, માધાપર, વડવા, લેર, રેહા, જાંબુડી, બંદરા, લાખોંદ, પદ્ધર અને કાળી તળાવડી સહિતના આહીરપટ્ટીનાં ઘણા બધા ગામોથી હજારો શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરવા પહોચેલ હતાં. સવારના અરસામાં મંદિરના રામનાથ બાપુ અને યજમાનો સાથે પૂજા-હવન સંપન્ન થયા બાદ તળેટીમાં મહાપ્રસાદનો શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. મેળા દરમ્યાન અંજાર વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગાએ મુલાકાત લીધી હતી જેને હરિ હીરા જાટિયા, સરપંચ રસીલાબેન રાઠોડ, ભુજ તાલુકા પંચાયત ચેરમેન જયનેશ વરૂ, ભરતસિંહ સોઢા, અરવિંદ આહીર, ઉત્તમ રાઠોડ, શૈલેશ રાઠોડ, પદુભા જાડેજા, રાજેશ ચાવડા વગેરે લોકોએ સન્માનભેર આવકાર્યા હતા.