માંડવી ખાતે આવેલ બાબાવાડીમાંથી 25 હજારનો શરાબ જપ્ત કરતી માંડવી પોલીસ

copy image

ગત દિવસે સાંજે માંડવી પોલીસ શહેરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન બાતમી મળી હતી કે બાબાવાડીમાં જયેન્દ્ર ઉર્ફે જયુભા મુરુભા જાડેજાના રહેણાંક મકાનમાં કપિલ દાનસંગજી રાઠોડે શરાબનો જથ્થો રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી કુલે રૂા. 25,350નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દરોડા દરમ્યાન આરોપી હાજર મળી આવેલ ન હતા. પોલીસે આરોપીઓ સામે પ્રોહિ. એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.