રાપર ખાતે આવેલ નવાપર વિસ્તારના મહિલા આપઘાત પ્રકરણે પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
રાપર તાલુકાના નવાપરા વિસ્તારમાં રામાબેન ચૌધરી આપઘાત પ્રકરણમાં તેમના પતિ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. રાપર તાલુકાના નવાપરા વિસ્તારમાં રહેનાર રામાબેન પરબત ચૌધરીએ ગત તા. 15/7ના બપોરના અરસામાં ગળે ફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ યુવતીના લગ્ન નવાપરા વિસ્તારના પરબત રામજી ચૌધરી સાથે વર્ષ 2002માં થયેલ હતા. બનાવના ફરિયાદી તેમજ મહિલાના નાના ભાઇ મુંબઇ રહેતા મેઘજી હરજી ગામી અગાઉ પોતાની બહેનને મળવા તેમના ઘરે ગયેલ હતા ત્યારે આ મહિલાએ ઘરે આવવાની ના પાડતાની સાથે જ તેમના પતિ તેમની સાથે મારકૂટ કરી માનસિક ત્રાસ આપતા હોવાની વાત કરી હતી. મહિલાને મરવા મજબૂર કરનાર તેના પતિ સામે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.