વાતાવરણમાં આવેલા બદલાવ અને લોકો દ્વારા દાખવવામાં આવતી બેદરકારીના પરીણામ સ્વરૂપે ભુજ શહેરમાં દરરોજ 100  જેટલા દર્દીઓ આંખના રોગનો શિકાર

copy image

હાલના સમયે ભુજ શહેર સહિત જિલ્લામાં બહોળી સંખ્યામાં લોકો આંખને લગતા રોગથી પીડાઈ રહ્યા છે. છેલ્લા 15 દિવસથી ભુજમાં દરરોજ 100 વ્યક્તિઓ આઈસર્જન પાસે સારવાર મેળવવા આવી રહ્યા છે.વાતાવરણમાં આવેલા બદલાવ અને લોકો દ્વારા દાખવવામાં આવતી બેદરકારીના પરીણામ સ્વરૂપે રોગનો ફેલાવો વધી રહ્યો છે. હાલમાં આંખનો કન્જક્ટિવાઇટિસ રોગ અત્યંત ઝડપી ફેલાઈ રહ્યો છે. જેને લોકો અખીયા મિલાકે નામથી પણ ઓળખી રહ્યા છે. બીપરજોય વાવાઝોડાના કારણે કચ્છમાં ચોમાસુ રાબેતા સમય કરતાં વહેલાં આવી ગયેલ છે. જેના પરીણામી ભેજવાળું વાતાવરણ અને તડકાની મિશ્ર ઋતુમાં વાયરસનો ફેલાવની સંખ્યામાં  વધારો થયો છે તેમજ આંખના ચેપી રોગે શહેર અને જિલ્લામાં ભરડો લીધો છે.તબીબો જેને એડીનો વાયરસ બતાવે છે.                         આ બીમારી ખૂબ ઝડપથી ફેલાય છે. જે વ્યક્તિને આંખનો રોગ થયો હોય તેના સંપર્કમાં સીધી રીતે કે તેણે અડકેલી ચીજ વસ્તુઓથી બીજા વ્યક્તિ સંપર્કમાં આવવાથી પણ આ વાયરસ લપેટમાં લઈ લે છે. જેના કારણે શાળા કોલેજોમાં કેસો વધ્યા છે અને શિક્ષકો દ્વારા લક્ષણો હોય તો બાળકોને શાળાએ ન આવવા જણાવવામાં આવી રહ્યું છે