લખપતમાથી દરોડો પાડી આઠ જુગાર પ્રેમીઓને ઝડપી પાડતી સમખીયાળી પોલીસ
copy image
સમખીયાળી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન તેઓને ખાનગી રહે બાતમી મળી હતી કે, લખપત ગામના પધરોડ વાડી વિસ્તારમાં આવેલ જીવણ હરજી પટેલ નામના વ્યક્તિના ખેતરમાં જાહેરમાં અમુક સખ્સો ગંજી પાનાં વડે રૂપિયાનો હરજીતનો ખેલ રમી રહ્યા છે. પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડી કુલ કી. 1,19,800 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આરોપીઓ સામે જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓ :
- ગંગારામભાઈ મનજીભાઇ ઠાકોર ઉ.વ..39 રહે લખપત
- રમેશભાઈ ખેતભાઈ કોલી ઉ.વ.30 રહે લખપત
- સુરેશભાઇ પોપટભાઈ ઠાકોર ઉ.વ.40 રહે લખપત
- પ્રેમજીભાઇ રધુભાઈ કોલી ઉ.વ.32 રહે લખપત
- દિનેશભાઇ રધુભાઈ કોલી ઉ.વ.32 રહે લખપત
- મહેશભાઇ હરી ભાઈ કોલી ઉ.વ.32 રહે લખપત
- જેસંગભાઈ બાબુભાઇ કોલી ઉ.વ.30 રહે લખપત
- મેઘાભાઈ ભૂરાભાઈ ગાંધી ઉ.વ.55 રહે લખપત