છોટા ઉદેપુર ખાતે આવેલ કરાલીમાં કુલ કી.2.39 કરોડના વિદેશી દારૂ પર બુલડોઝર ચલાવી નાશ કરવામાં આવ્યો

copy image

છોટા ઉદેપુર ખાતે આવેલ કરાલીમાં જિલ્લા પોલીસ દ્વારા ઝડપી પાડવામા આવેલ કુલ  રૂ. 2.39 કરોડના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ચલાવી  નાશ કરવામાં આવ્યો હતો. છોટા ઉદેપુર જિલ્લાના કરાલી પોલીસ મથકની સામે આવેલ ગ્રાઉન્ડમાં આજ રોજ જિલ્લા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા વિદેશી દારૂનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, છોટા ઉદેપુર, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, બોડેલી તેમજ નાયબ પોલીસ અધિક્ષકની હાજરીમાં જિલ્લાના વિવિધ પોલીસ મથકમાં કુલ 1411 ગુનામાં ઝડપી પાડવામાં આવેલા 1,23,754 નંગ વિદેશી દારૂ રૂ. 2,39,64,921ની કિંમતનો જથ્થો એક જગ્યાએ એકત્રીત કરી તેની ગણતરી કરવામાં આવેલ હતી અને તે અંગેની કાગઝી કાર્યવાહી કર્યા બાદ આ વિદેશી દારૂની બોટલ પર રોલર તેમજ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં તમામ વિદેશી દારૂની બોટલોનઆ જથ્થાનો નાશ કરાયો હતો.