નવસારીના ચીખલી ખાતે બે એસટી બસો સામ સામે ભટકાતાં સર્જાયું અકસ્માત : બસ ચાલકનું મોત
copy image
નવસારી ખાતે આવેલ ચીખલી થી ફડવેલ જતી મીની બસ સાથે ઉમરકુઈ જતી બસ વચ્ચે અકસ્માત થતા મીની બસના ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. 25 જેટલા મુસાફરોને સામાન્ય ઇજા પહોચતા સારવાર અર્થે ચીખલી રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ આવ્યા હતા. મળેલ માહિતી અનુસાર વહેલી સવારે છ થી સાડા છ ની વચ્ચે ચીખલી થી ફડવેલ જતી મીની બસ સાથે ઉમરકુઈ જતી મોટી બસ સામસામે ભટકાઈ હતી જેના કારણે અકસ્માત સર્જાયું હતું. જેમાં મીની બસના ડ્રાઇવર વિજય નારણ આહીરનો પગ કેબિન માં ફસાઈ ગયેલ હતો જેને ટ્રેકટર વડે બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમીયાન તેમનું મોત નીપજયું હતું. થયેલ અક્સ્માતમાં બસમાં સવાર 25 જેટલા મુસાફરોને સામાન્ય ઇજા થઈ હતી સ્થાનિક ગ્રામજનો એ તાત્કાલિક 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાબતે ચીખલી પોલીસ મથકે જાણ થતાં પોલીસ અકસ્માત વીશે વધુ તપાસ હાથ ધરી છે.