ભુજના નાના થરાવડામાથી દરોડો પાડી ત્રણ જુગારપ્રેમીઓને 27000ના મુદ્દામાલ સાથે પધ્ધર પોલીસે ઝડપી પાડ્યા : ચાર ફરાર

copy image

ભુજ તાલુકામાં આવેલ નાના થરાવડામાં ધાણીપાસાનો જુગાર રમતા સખ્સોને પદ્ધર પોલીસે રેઇડ કરી રોકડ રૂપિયા 27 હજાર સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા હતા. દરોડા દરમીયાન ચાર ઈશમો પોલીસના હાથમાથી નાશી છૂટેલ હતા.

                                                મળેલ માહિતી અનુસાર મુજબ પદ્ધર પોલીસ પેટ્રોલીંગમાં હતી એ દરમિયાન ખાનગી રહે બાતમી મળેલ હતી કે ભુજ તાલુકાનાં નાના થરાવડામાં રહેતો રાહુલ નવીન મહેશ્વરી નમનો શખ્સ બહારથી ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી ધાણીપાસાનો જુગાર રમાડી રહ્યો છે. બાતમીને આધારે પોલીસે સ્થાનિકે દરોડો પાડી હાજાપરના જેન્તી રેવાભાઈ સથવારા, કલ્યાણપરના અબ્દુલ અદ્રેમાન સાળ અને ઈબ્રાહીમ લતીફ ફકીરને રોકડ રૂપિયા 27,900 સહીતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. રેઇડ દરમિયાન રાહુલ નવીન મહેશ્વરી, ગોડપર-સરલીનો ઇકબાલ લતીફ ત્રાયા, ભુજના કાસમ લાડક અને ટીવીએસ કંપનીની જ્યુપીટર ગાડીનો ચાલક પોલીસ પકડમાં ન આવી નાસી ગયા હતા. પદ્ધર પોલીસે આરોપીઓ સામે જુગારધારાની કલમ અંતર્ગત ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.