ભચાઉ ખાતે આવેલ અમરાપર રોડ પર ત્રણ ભુવા પડતાં કામમાં બેદરકારી હોવાના સવાલો ઉઠ્યા

copy image

ભચાઉ  ખાતે આવેલ ખડીરના અમરાપર અને શીરાવાંઢ વાળા રણમાં આવેલા રોડમાં ત્રણ ભુવા પડ્યા હતા. 15 દિવસ આગાઉ જ બનાવવામાં આવેલ રોડમાં ભુવા પડી જતાં કામની નબળી ગુણવત્તા નજરે ચડી આવી હતી. આ અંગે જનાણના વિશ્નુદાન ગઢવી દ્વારા જાણવા મળેલ હતું કે ” આ રોડ પર નવો ડામર બનવાને હજુ 15 દિવસ પણ પૂરા થયા નથી, અને જો આવી રીતના ભુવા પડી જતાં હોય તો તે રોડનાં કામની નબળાઈ દર્શાવે છે. વિશ્વ ધરોહર ધોળાવીરા આ રોડે જ છે. પ્રવાસીઓ જ્યારે રોડની નબળાઈ જુએ ત્યારે જવાબદારોની નબળાઈ  પણ દ્રશ્યમાન થાય છે. અહી રોડની નીચે રણનું પાણી પસાર થઈ શકે તે અંગે પુલમાં પાઇપ મૂકવામાં આવેલા છે. ત્યાં જ આ ભુવા પડ્યા છે. જેના પરીણામે અજાણ્યા લોકો અકસ્માતનો ભોગ બની શકે છે. આ ખાડાને લોકો દૂરથી જોઈ શકે તે માટે ત્યાં પથરો મૂકીને સાવચેતીરૂપ સિગ્નલ બનાવવામાં આવ્યું છે. રસ્તા પર આ પ્રકારના ભૂવાથી અકસ્માતનો ભય રહેલો છે તેમજ સાથે નવા બનેલા રોડની ગુણવત્તા અંગે અનેક પ્રશ્નો સામે આવ્યા છે.