અબડાસા તાલુકામાં જીએમડીસી નજીક બોકસાઈટ ચોરી નો મામલો સામે આવ્યો
copy image
કચ્છ જીલ્લામા છેલ્લા કેટલાક સમયથી ખનીજ ચોરીના બનાવો વધી રહ્યા છે, ત્યારે અબડાસામાં બોક્સાઇટના ખનનની પ્રવૃત્તિ સામે આવેલ છે અબડાસા ખાતે મોથાળા-બાલાચોડ જીએમડીસીની નજીક સરકારી જમીનમાં ગેરકાયદેસર બોક્સાઈટનું ખનન કરવામાં આવતા ભુજ ખાણ ખનીજ વિભાગ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવેલ હતી. માપણી કર્યા બાદ હિટાચી સીલ કરી દેવામાં આવ્યું છે.
મળેલ માહિતી અનુસાર અબડાસા ખાતે આવેલ મોથાળા-બાલાચોડ જીએમડીસીની નજીકમાં આવેલ જમીનમાં ગેરકાયદેસર રીતે ખાડા ખોદીને બોકસાઈટ ખનીજનું ઉત્ખનન કરી ડમ્પરોમાં ભરી પરિવહન કરવામાં આવતું હોવાની ફરિયાદ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની કચેરીએ કરવામાં આવેલ હતી. ત્યાર બાદ ગત દિવસે ભુજથી એક ટીમ તપાસ અર્થે સ્થળ પર ગયેલ હતી. સ્થળ પર કોઈ હાજર મળી ન આવતા સ્થળ પરથી મળી આવેલ હિટાચી મશીન સિઝ કરી વિસ્તારની માપણી કરવામાં આવેલ છે લાંબા સમય બાદ અબડાસા વિસ્તારમાં થયેલી કામગીરી ના પરીણામે સ્થાનિકે હલચલ થઈ હતી.