લખપત ખાતે આવેલા વર્માનગરમાં બસમાં ચડવા જતા નવયુવાનનું પગ લપસતાં થયેલ અકસ્માતમા મોત નીપજયું

copy image

 લખપત ખાતે આવેલ વર્માનગરમાં નવાનગરનો 18 વર્ષીય નવયુવાન પીયૂષ ભુરાજી દવે બસમાં ચડવા જતાં તેબનો પગ લપસતાં તે બસના ટાયર તળે કચડાઈ ગયેલ હતો જેમાં તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. મળેલ માહિતી અનુસાર ગત દિવસે સવારના અરસામાં પીયૂષ દવે બસમાં ચડવા જઇ રહ્યો હતો, ત્યારે તેનું પગ લપસી જતાં તે નીચે પટકાયો હતો અને થયેલ અકસ્માતમા  તેના ઉપર ટાયર ફરી વળતાં તેનું કરુણ મોત થયું હતું. આ ઘટના બાબતે  રાત્રિ સુધી પોલીસ ચોપડો કોરો રહ્યો હતો.