રાપર ખાતે આવેલ નલિયા ટીંબાથી કિડીયાનગર સુધીમા એકવીસ આરોપીઓ વિરુદ્ધ લાખો રૂપિયાનું પાણીની ચોરી કરવા અંગે ગાગોદાર પોલીસ મથકે ફરિયાદ નોધાઈ
રાપર તાલુકાના પીવાના પાણી મુદ્દે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી તથા ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ વચ્ચે રાપરમાં બેઠક મળેલ હતી. જે બેઠકમાં રાપર તાલુકામા પીવાના પાણીની પાઇપ લાઇનમા ગેરકાયદેસર જોડાણો કાપી પાણી ચોરીના પગલાં લેવા માટે ટાસ્કફોસઁની રચના કરવામાં આવેલ હતી. તે અંતર્ગત રાપર તાલુકામા પાણી ચોરી કરતા તત્વો સામે પોલીસ ફરિયાદ નોધવાઈ છે. તેમજ આ બાબતે વધુ એક સામૂહિક ફરિયાદ રાપર તાલુકાના ગાગોદર પોલીસ મથકે પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઈજનેરે નોંધાવેલી છે. આરોપીઓએ તા.13 એપ્રિલથી થી તા.12 જુલાઈ દરમિયાન પાણીની ચોરી કરી, ચિત્રોડથી કિડીયાનગ૨ તરફ જતા રોડ ઉપ૨ આવેલ નલીયાટીબા-1 તથા નલીયાટીબા-2 વાડી વિસ્તાર આરોપીઓએ પોતાના અંગત સ્વાર્થ માટે વપરાસ ક૨વામાં આવી રહ્યું હતું જે રાપર જુથ પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઇપલાઇનમાં લાગેલ એર-વાલ્વને નુક્શાન પહોચાડી ગેરકાયદેસર રીતે પાણીનુ કનેક્શન મેળવી અન્ય કાયદેસર પહોચાડવાનો હોય ત્યા પાણી પુરવઠો પુરતા પ્રમાણમાં ન પહોચતા તે રીતે પાણીની અલગ અલગ વાડીવિસ્તા૨ના વ્યક્તિઓએ 90 દિવસોમાં અલગ અલગ પ્રમાણમાં પાણીની કુલ રૂપિયા- 18,66,192 ની ચોરી આચરી હાતી જે અંગે આજે ગાગોદર પોલીસ મથક ખાતે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ગાગોદર પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.