ભચાઉ રેલવે સ્ટેશન રોડ પર આવેલ પ્રકાશ ઇરીગેશન દુકાનમાં આગ લગતા લોકોમાં દોડદામ મચી

ભચાઉમાં આજે વહેલી સવારે ખેતી આધારિત દુકાનમાં આગ ભભૂકી હતી. આગની ઘટનાના પગલે રેલવે સ્ટેશન રોડ પર આવેલા માધવ કોમ્પલેક્ષ આસપાસના લોકોમા ભારે દોડધામ મચી ગયેલ હતી. બનાવ અંગે જાણ થતાં સુધરાઇ હસ્તકના ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોચી આગ બૂઝવવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો તેમજ ભારે જહેમત ઉઠાવ્યા બાદ આગને કાબૂમાં લેવાઈ હતી. ઘટના દરમિયાન પ્રકાશ ઇરીગેશન નામની દુકાનના રહેલી ટપક સિંચાઇ માટેની માલ સામગ્રી અને ફર્નિચરમા મોટી નુકશાની પહોંચી હોવાનું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળેલ હતું. કચ્છમાં હાલ એક બાદ એક વ્યાપાર સંકુલમાં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. બે રોજ પહેલા ગાંધીધામ ખાતેના કાસેજમાં ખાનગી ગોદામમાં અગમ્ય કારણોસર લાગેલી આગની જવાળાઓ ત્રણ દિવસ સુધી સતત ચાલુ રહી હતી. તેમજ આજે ભચાઉમાં રેલવે સ્ટેશન રોડ પર આવેલા માધવ કોમ્પલેક્ષની અંદર આવેલી પ્રકાશ ઇરીગેશન નામની દુકાનમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આગના કારણે દુકાનમાં રહેલી ખેતી કાર્યમાં યુપીયોગી ટપક સિંચાઇ ની સામગ્રીમા પણ  નુકશાન થયેલ  હતું.