તંત્રની બેદરકારી : આદિપુરના મણીનગર ચાર રસ્તા પર કચરાના ઢગ થઈ ગયા
થોડા સમય અગાઉ આદિપુર મણીનગર ચાર રસ્તા પાસે આવેલા કેસરનગરમાં માર્ગ નિર્માણના કામ સમયે લોકોએ અગ્રણી નેતાઓને ઘેરી લઈને માળખાકીય સમસ્યાઓ બાબતે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. ત્યાર બાદ, આ વિસ્તારમાં નાણા સંબંધિત કામ શરૂ કરવામાં આવેલ હતું, પરંતુ સફાઈ કામગીરી ના બરાબર રહેતા આખો વિસ્તાર કચરાના ઢગથી ઘેરાયેલો છે.
હાલના સમયમાં આખો વિસ્તાર કચરાના ઢગ અને દુર્ગંધથી ઘેરાઈ ગયેલ છે. સફાઈ કામગીરી ના અભાવે લોકોના આરોગ્ય પર જોખમ ઉભું થઈ રહ્યું છે ત્યારે કોઈ રોગચાળો ફેલાય એ પહેલા નગરપાલિકાના જવાબદારો શહેરીજનોની સુખાકારી માટે પગલાં ભરે તે આવશ્યક બાબત છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કંઈક કામગીરી થાય તેવી લોક માંગ ઉઠી રહી છે.