સોમનાથ જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે ત્યારે લોકોની મદદે અમરેલી ફાયર વિભાગની ટીમ રવાના

copy image

હાલમાં સોમનાથ જીલ્લામાં સૌથી વધુ વરસાદ પડવાના કારણે પુરની સ્થિતિ સર્જાઈ છે જેના કારણે લોકોની મદદ અર્થે અમરેલીની ફાયર ટીમ રવાના કરવામાં આવેલ છે ઇમરજન્સી સેવાની જરૂર પડતની સાથે આ ટીમ તે સ્થળે પોહચશે વેરાવળ સ્ટેન્ડ બાય રહેશે તંત્ર સૂચના આપે તેવી રીતે ગામડા અને શહેરમાં લોકોની મદડે પહોચી જશે કેમ કે ગીર સોમનાથ જીલ્લામાં અતિ ભારે વરસાદના પરીણામે રોડ રસ્તા હાઇવે ઉપર પાણી ફરી વળ્યાં છે જેના કારણે પુરની સ્થિતિ સર્જાઈ છે કેટલાક ગામડાઓ બેટમાં ફેરવાયા છે જેના કારણે લોકો પુરમાં પાણીમાં ફસાય નહિ તે માટે આ ફાયર ટીમ લોકોની મદદ કરશે. અમરેલી ફાયર વિભાગના ઓફિસર ગઢવી દ્વારા મળેલ માહિતી મુજબ ગીર સોમનાથ જીલ્લામાં ભારે વરસાદના કારણે તેમની ટીમને બોલાવી છે તેઓ ટીમ સાથે રવાના થઈ ગયેલ છે તેમજ વેરાવળ સ્ટેન્ડ બાય રહેશે જરૂર પડતાની સાથે જ તુરંત તે સ્થળે લોકોની મદદ અર્થે પહોચશે