ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં ખેડૂતો માટે અકસ્માત વીમાની રકમ પાંચ લાખ કરવા માંગ કરાઈ
ગાંધીનગર વિધાનસભામાં અધ્યક્ષ પંકજભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને પંચાયતી રાજ સમિતિની કૃષિ વિભાગના લગતા પ્રશ્નોની બેઠક સમિતિના યોજવામાં આવેલ હતી. યોજાયેલી બેઠક દરમીયાન અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ખેડૂતોનેઆપવામાં આવતો બે લાખનો અકસ્માત વીમો, તેની રકમ વધારીને પાંચ લાખ કરવા બાબતે તેમજ ટ્રેકટર ખરીદીમાં જે જિલ્લા પ્રમાણે લક્ષ્યાંક આપવામાં આવે છે તેનો વધારો કરવા જણાવવામાં આવ્યું હતું. 1962 પશુ એમ્બ્યુલન્સ જે ગામોમાં પહોંચી નથી તેવા ગામોનો સમાવેશ કરવામાં આવે એવી સબંધિત અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી કે, પશુપાલનનો જિલ્લો કચ્છ છે તેમાંય વિસ્તારની દૃસ્ટીએ ખૂબ જ મોટો છે, તેથી વધુ એમ્બ્યુલન્સ સેવા વધારવા અર્થે બેઠકમાં અરજી કરાઈ હતી.