અંજાર ખાતે આવેલ ગંગા નાકા પાસે જાહેરમાં આંકડો લેતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો
copy image
અંજાર ખાતે આવેલ ગંગા નાકા પાસે જાહેરમાં લોકો પાસેથી આંકડો લેતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યા હતા તેમજ રોકડ રૂા. 690 કબ્જે કર્યા હતા. અંજારની સ્થાનિક પોલીસે ગામમાં જ રહેતા દીપક ચુનિલાલ રાઠોડને ઝડપી પાડેલ હતો. ગંગા નાકા નજીક રિક્ષા સ્ટેન્ડ પાસે આ શખ્સ જાહેરમાં લોકો પાસેથી આંકડો લઇ રહ્યો હતો, તેવામાં અચાનક પોલીસ આવી પહોચેલ હતી અને આ શખ્સને ઝડપી લીધો હતો આ શખ્સ ઉપર કોને આંકડો લખાવતો હતો તે હજુ સામે આવ્યું નથી. જે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.