નખત્રાણા ખાતે આવેલ ઝીલ સોસાયટીમાથી પોલીસે દરોડો પાડી કુલ કી. 11,200 નો શરાબ ઝડપી પાડયો
copy image
ગત દિવસે સાંજે નખત્રાણા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન ખાનગી રહે બાતમી મળી હતી કે, ઝીલ સોસાયટીમાં કોઈ સખ્શે પોતાના ઘરમાં ગેર કાયદેસર રીતે શરબનો જથ્થો રાખેલ છે. બાતમીના આધારે પોલીસે ઝીલ સોસાયટીમાં રહેતા મૂળ વિંગાબેરના યુવરાજસિંહ શંભુસિંહ સરવૈયાનાં મકાન ઉપર દરોડા પાડી બાથરૂમમાંથી શરાબની 28 બોટલ જેની કિં. રૂા. 11,200 કબજે કરી હતી. ગુનેહગાર યુવરાજસિંહને આ માલ કયાંથી લાવ્યા અંગે પૂછ પરછ કરતાં તેને આ શરાબ મનીષ સંતોષપુરી ગોસ્વામી નામનો શખ્શ આપી ગયેલ હોવાની કેફિયત આપતાં પોલીસે બન્ને વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.