નખત્રાણા ખાતે આવેલ કોટડા પાસે થયેલ અકસ્માતમાં ઘડાણીના વૃદ્ધનું મોત નીપજયું

 ગત  દિવસે રાત્રે નખત્રાણા ખાતે આકેલ કોટડા પાસે બોલેરો કેમ્પરના ચાલક 65 વર્ષીય અબ્દુલા મામદ નોતિયારએ બેદરકારીથી ગાડી ચલાવી માર્ગમાં અકસ્માત સર્જયું હતું જેના કારણે  પોતાને ગંભીર ઇજા પહોચતા તેમનું મોત નિપજયું હતું.

        મળેલ માહિતી અનુસાર સામેની બાજુએથી આવતા અજાણ્યા વાહનની લાઇટથી અંજાઇ  બોલેરોની ડ્રાઇવર સાઇડમાં ગાડી અથડાવી દીધી હતી. અકસ્માત દરમીયાન અબ્દુલાનો હાથ દરવાજાથી બહાર હોવાથી હાથના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેથી સારવાર માટે 108 મારફત હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ હાથમાંની ગંભીર ઇજાનાં કારણે લોહી વહી જતાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.