બેન્કને ધિરાણ માટે અપાયેલ ચેક પરત ફરતા,ચુનડીના શખ્સને કોર્ટે 1 વર્ષની કેદ તથા વળતરનો હૂકમ કર્યો

crime

બરોડા ગુજરાત ગ્રામિણ બેન્કમાથી લેવામાં આવેલ ધિરાણના બદલામાં આપવામાં આવેલ ચેક પરત ફરવાના કેસમાં ખેતુભા દાનસંગજી જાડેજાને તકસીરવાન ઠેરવી તેને એક વર્ષની કેદની સજા સાથે રૂા. 6.21 લાખની રકમ વળતર પેટે ચૂકવવા અંગેનો આદેશ કરવામાં આવેલ હતો. આ બનાવમાં આરોપીએ બેન્ક પાસેથી લીધેલા રૂા. 6.21 લાખના ધિરાણ બાબતે બેન્કને ચેક આપવામાં આવેલ હતો, જે વણચૂકેલો પરત ફરતા બેન્ક દ્વારા નેગોશિયેબલ ધારા તળે ફરિયાદ કરવામાં આવી હતી. જેથી આરોપીને એક વર્ષની કેદની સજા સહિત રૂા. 6.21 લાખની રકમ વળતર પેટે ચૂકવવા અંગેનો આદેશ કરવામાં આવેલ હતો.