સતત ત્રીજા દિવસે પણ પાલારા જેલમાંથી મોબાઇલ મળતા વિધિવત ફરિયાદ

પાલારા જેલમાંથી આજે  સતત ત્રીજા દિવસે પણ મોબાઇલ મળવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. પાલારા ખાસ જેલમાંથી ગત મંગળવારે અમદાવાદની એડિશનલ ડીજીપીની સ્કવોડ તેમજ બુધવારે સ્થાનિક સ્ટાફે ધરેલી જડતી દરમ્યાન સતત બે દિવસ મોબાઇલ મળ્યા બાદ આજે ફરી  એક વખત સવારે સ્થાનિક સ્કવોડે જડતી લેતાં યાર્ડ નંબર એકની બેરેક નંબર બેની અંદર આવેલા બાથરૂમની ગટરલાઇનમાંથી નોકિયા કંપનીનો કિપેડવાળો સાદો મોબાઇલ ફોન સીમ વિનાનો મળી આવેલ છે જે બાબતે બી-ડિવિઝન પોલીસ મથકે ડયૂટી જેલર કે.ટી. ઝાલા દ્વારા વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.