માંડવી ખાતે આવેલ મોટી ઉનડોઠમાં ધાણીપાસાનો જુગાર રમતા નવ સખ્સોને ઝડપી પાડતી એલસીબી ટીમ
copy image
ગત દિવસે માંડવી ખાતે આવેલ મોટી ઉનડોઠમાં ધાણીપાસાનો જુગાર રમતા નવ સખ્સોને એલસીબીએ ઝડપી પાડ્યા હતા. મળેલ માહિતી અનુસાર ઉનડોઠની સીમમાં માણેક ખેરાજ ગઢવી બહારથી ખેલીઓ બોલાવી ધાણીપાસાનો જુગાર રમાડી રહ્યો છે. તેવી બાતમીના આધારે મોટી ઉનડોઠમાં પવનચક્કીની સામે આવેલ ખેતરના સેઢા પાસે બાવળોની ઝાડીમાં ધાણીપાસા વડે જુગાર રમતા માણેક તેમજ રજાક રમજુ હાલા, રામજી ધુડા સથવારા, કાસમ જુસબ મંધરા, અબ્દુલ નૂરમામદ કુંભાર, ગોવિંદ કલ્યાણજી ગઢવી, જુમા ઇસ્માઇલ સરકી, રામપુરી મંગલપુરી ગોસ્વામી અને મૂળજી વાલજી મહેશ્વરી વગેરે સખ્સોને ઝડપી પાડ્યા હતા.