ભૂજ તાલુકાના સ્ટેશન રોડ પાસે આવેલ દુકાનમાં આગ ભભૂકી ઉઠતાં, કિંમતી સામગ્રીને મોટી નુકસાની થઈ હોવાની સંભાવના
copy image
ભુજ તાલુકાનાં કોમર્શિયલ વિસ્તાર સ્ટેશન રોડ પાસે આવેલા હાર્ડવેર અને સનમાઈકા મટીરીયલના ગોદામમાં ગત રાત્રીના સમયે અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી. આગ એટલી બધી ફેલાઈ ચૂકી હતી કે ફાયર વિભાગને કાબૂમાં લેતા ત્રણ કલાકનો સમય લાગી ગયો હતો. સદભાગ્યે બનેલ ઘટનામાં કોઈને ઇજા પહોંચી ન હતી, પરંતુ આગમાં દુકાનની કિંમતી સામગ્રી સળગી જતા મોટી નુકશાની થઇ હોવાની સકયતાઓ છે. આગ આસપાસના વિસ્તારમાં વધુ ન પ્રસરે તે માટે ભુજ ફાયર વિભાગ, બિકેટી કંપની તેમજ એરફોર્સના ફાયર ફાયટર દ્વારા જહેમત ઉઠાવી આગને કાબૂમા લેવાઈ હતી.