હાલના સમયમાં જયારે ભુજ શહેર ટ્રાફિકની સમસ્યાથી પીડાઈ રહ્યું છે ત્યારે ટાઉન પ્લાનિંગમાં દર્શાવેલા 60% રસ્તા બનવાના હજુ પણ શેષ
copy image
જીલ્લામાં આવેલ 2001ના ધરતીકંપ બાદ જિલ્લા મથક ભુજને ન માત્ર ઊભું, પરંતુ દોડતું કરવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા શહેરના વિકાસ માટે ખાસ મહત્વના નિર્ણયો લેવામાં આવેલ હતા. જે પૈકી એક ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ કચેરીની શરૂઆત કરી શહેરનું બાંધકામ, રસ્તા, પાર્કિંગ જેવી મહત્વની અને લોકલક્ષી કામગીરી સોંપવામાં આવેલ હતી. આયોજનમાં ભુજના રસ્તા પહોળા અને બહોળી સંખ્યામાં બનાવવાની વાત થઈ હતી. પરંતુ આજે બંનેમાંથી એક પણ કામ પણ પૂર્ણ થયે દેખાતું નથી. માત્ર એટલું જ નહીં પ્રથમ ટાઉન પ્લાનિંગમાં દર્શાવેલા રસ્તાઓ પૈકી ૬૦ ટકા રસ્તાઓ બનવાના હજી શેષ છે. ગત બુધવારે સાંજના અરસામાં ભુજના ધારાસભ્યએ પ્રબુધ્ધ નાગરિકોની યોજાયેલી મિટિંગમાં અન્ય મુદ્દાઓની સહિત ભુજના રસ્તાઓ, ખાસ કરીને સૂચિત રસ્તાઓનું વર્તમાનમાં શું પરિસ્થિતિ છે તે બાબતે પણ ચર્ચા કરી હતી. ભુજ શહેર હાલ જ્યારે ટ્રાફિક સમસ્યાથી પીડાય રહ્યું છે ત્યારે જે રસ્તાઓ નથી બન્યા તેમાંથી ખાસ એકબીજાને જોડતા રસ્તાઓ બને તો પણ ટ્રાફિક હળવો થઈ શકે.