અબડાસા ખાતે આવેલ જીવાદોરી સમો મીઠી ડેમ ઓવરફ્લો થતાં અબડાસાનું જળસંકટ ટળ્યું
copy image
અબડાસા ખાતે આવેલ 40થી વધુ ગામને પેયજળની સુવિધા પૂરી પાડતો જીવાદોરી સમાન મીઠી ડેમ ગત દિવસે વરસેલા ભારે વરસાદ બાદ ઓવરફ્લો થતાં આબડાસાનું જળસંકટ ઘણા અંશે ટળી ગયું છે. અબડાસા વિસ્તારમાં બે દિવસથી વરસતા ભારે વરસાદનાં કારણે ગામના અનેક તળાવો પણ છલકાઇ ગયાં છે. મીઠીડેમ ઓવરફ્લો થવા સાથે જિલ્લામાં અત્યાર સુધી છલકાયેલા મધ્યમ સિંચાઇના ડેમોની સંખ્યા 9 પર પહોંચી છે. મળેલી માહિતી અનુસાર અત્યાર સુધી મીઠી, ગોધાતડ, કનકાવટી, ગજોડ, જંગડિયા, બેરાચિયા, ગજળસર, કારાઘોઘા, ડોણ ઓવરફ્લો થઇ ચૂક્યા છે તો સાનધ્રો તેમજ કાસવતી ડેમમાં અનુક્રમે 90 અને 88 ટકા જેટલો જળસંગ્રહ થઈ જવાના પગલે બંને ડેમને વોર્નિંગ પર મુકવામાં આવેલ છે.