ભચાઉની મુખ્ય બજારમાં ગોળીબારની ઘટનાથી મચી ભારે ચકચાર
copy image
ભચાઉ તાલુકાની મુખ્ય બજારમાં મોડી રાત્રિના રાજકીય અદાવતમાં ફાયરિંગની ઘટના બનતા ચકચાર ફેલાઈ છે. મળેલ માહિતી અનુસાર આ બનાવ રાત્રિના 10 થી 11:00 વાગ્યાના અરસામાં ભુરાભાઈ પાવભાજી ની દુકાન નજીક બન્યો હતો. પાર્થિવ કાવતરા નાસ્તો કરવા ગયેલ હતો. એ સમય દરમિયાન આવેલા શખ્સોએ માથાકૂટ કરેલ હતી. થયેલ બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. શખ્સઓએ ઉશ્કેરાઈ ઉપરાઉપરી બંદૂકથી ફાયરિંગ કરેલ હતું. આ બનેલ ફાયરિંગના બનાવના કારણે ભચાઉ ની બજારમાં અફડા તફડી મચી ગયેલ હતી મળતી માહિતી અનુસાર ચારેક રાઉન્ડ હવામાં ગોળીબાર કરવામાં આવ્યો હતો તેમજ ગાડી ઉપર પણ ફાયરિંગ કરાયું હોવાનું જાણવા મળેલ હતું બનાવવાની જાણ થતા જ ભચાઉની બજારમાં પોલીસ દોડી આવેલ હતી. ભોગ બનનાર યુવાનના કાકા ભરત કાવતરા એ હવામા અને ગાડી ઉપર છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળેલ હતું આ સમગ્ર બનાવ સીસીટીવી માં કેદ થઈ ગયેલ છે. ફાયરિંગ નો આરોપ સત્તા પક્ષના ટોચના રાજકીય પદાધિકારીના પુત્ર ઉપર યુવાનના પરિવારજનો દ્વારા કરવામાં આવેલ છે બનાવને પગલે પોલીસ વડા મહેન્દ્ર બગડીયા ઘટના સ્થળે પહોંચી આવેલ આ સમગ્ર ઘટનાક્રમ પાછળ રાજકીય અંટસ હોવાના આસાર જણાઈ રહ્યા છે.