ભુજ તાલુકાનાં માધાપરમાં તીનપત્તીનો જુગાર રમતી સાત મહિલાઓને કુલ કી.38,760 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવી
copy image
ભુજ ખાતે આવેલ માધાપરમાં તીનપત્તીનો જુગાર રમતી સાત મહિલાઓને ઝડપી પાડવામાં આવી હતી. માધાપર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે નવાવાસના માર્થોમાનગરમાં જયશ્રીબેન કિશોરભાઇ વાળંદના આંગણાની બહાર જાહેરમાં અમુક મહિલાઓ જુગાર રમી રહી છે. મળેલ બાતમીના આધારે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા જયશ્રીબેન ઉપરાંત રમીલાબેન રાજેશભાઇ ઠક્કર, મનીષાબેન મહેશભાઇ સોલંકી, આશાબેન મુકેશભાઇ ચૌહાણ તેમજ હેતલબેન વિશ્વાસભાઇ બુદ્ધભટ્ટી, શાંતાબેન ભરતભાઇ બારોટ તથા ધુનીબેન કાનજીભાઇ આહીરને રોકડા રૂા. 18,760 તેમજ ચાર મોબાઇલ કિં. રૂા. 20,000 એમ કુલ કી. 38,760ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.