ભુજમાં સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોધાઈ
copy image
ભુજ ખાતે પંદરેક વર્ષની સગીરાને લગ્નની લાલચ આપતા ત્રણેક વખત શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. નોંધાવેલી ફરિયાદ અનુસાર આરોપીએ એ સગીરાને લગ્નની લાલચ આપ્યા બાદ તેને વિશ્વાસમાં લઈ શહેરના એક હોસ્ટેલ એન્ડ હોટેલના રૂમમાં ત્રણ વખત લઈ જઈ તેની મરજી વિરુદ્ધ ત્રણ વખત શારીરીક સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યા હોવાની બાબત સામે આવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો તળે ફરિયાદ નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધારી છે.