વાગડના ખડીર પંથકમાં વન્યપ્રાણીઓ માટે ડ્રોનની મદદથી બીજ છંટકાવ કરવામાં આવ્યો

copy image

વાગડ વિસ્તાર ઘુડખર અભ્યારણ તેમજ વન્યપ્રાણીઓ માટે આશિર્વાદરૂપ છે. ત્યારે તાલુકાના ખડીર દ્વીપમાં વસવાટ કરતા અને ઘાસચારા પર જીવન નિર્વાહ કરતા વન્યપ્રાણીઓ માટે વનવિભાગ દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. વન્યપ્રાણીઓના ખોરાક માટે કચ્છના મુખ્ય વનસંરક્ષક વી.જે. રાણા તેમજ નાયબ વનસંરક્ષક ગાવિંદસિંહ સરવૈયાની સુચના અને માર્ગદર્શન હેઠળ કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ રાપર ઉત્તર રેંજના ખડીરના અનેક વિસ્તારોમાં ડ્રોન દ્વારા ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે. મળેલ માહિતી અનુસાર, કચ્છના મુખ્ય વનસંરક્ષક અને ડી.સી.એફ.ની સુચનાથી તેમજ ખડીર પંથકની મુલાકાત અંતર્ગત જ્યારે વરસાદ થાય અને ઘાસચારો ઉગી શકે તેવી શક્યતઓ જણાય તે સમય દરમીયાન આ પંથકની છપ્પરીયા રખાલ તથા અન્ય વિસ્તારના પહાડી વિસ્તારોમાં વનવિભાગ દ્વારા આધુનિક પદ્ધતિ મુજબ ડ્રોન દ્વારા એરિયલ સીડીંગ થકી સીડ બોલ નાખી વન્યપ્રાણી રહેઠાણ સુધારણાની સુચનાના અનુસંધાને ધોળાવીરા નર્સરી ખાતે છાણીયા ખાતર અને માટીમાં આ વિસ્તારને અનુરૂપ બોર, લીયાર, ખીજડો, હરમો, દેશી બાવળ, પીલુ જેવી જાતોના સીડ બોલ બનાવી તેને ધામણ ઘાસના બીજમાં રગદોળી, સુકવીને તૈયાર કરવામાં આવ્યા હતા.