copy image
ગાંધીધામમાં ગત દિવસે 3.5 ઈંચની મેઘકૃપા થઈ
હાલના સમયમાં ચાલી રહી ભારે વરસાદની આગાહી વચ્ચે ગાંધીધામ ખાતે ગત દિવસે સવારથી એકધારો વરસાદ વરસ્યો હતો. બપોરના બે થી ચારના અરસામાં જ બે ઈંચ સાથે દિવસભરમાં 3.5 ઈંચ જેટલો વરસાદ ડિઝાસ્તર મેનેજમેન્ટ શાખાના ચોપડે નોંધાયો હતો. ગતદિવસે વરસેલ ભારે વરસાદ સાથે શહેરમાં અત્યાર સુધી 1 જુનથી પડેલા સીઝનનો કુલ વરસાદ 30 ઈંચ થઈ ગયેલ છે. સરેરાશ એક સીઝનમાં સંકુલમાં 17.6 ઈંચ જેટલો વરસાદ પડતો હોય છે ત્યારે અત્યાર સુધી આખી સીઝનના કુલ વરસાદના આંકડાને પાર કરીને 167.73% વરસાદ પડી ગયો છે. સારા એવા પ્રમાણમાં પડેલા વરસાદ અને ઉપરથી આવતા પાણીના પ્રવાહના પરિણામ સ્વરુપ શહેરમાં પાણી નો ભરાવો થઈ ગયેલ હતો. શહેરના દરેક વિસ્તારોમાં જળભરાવ થઈ ગયેલ હતો. દરેક માર્ગો પર ભરાયેલા પાણી, વાહનો બંધ થતા પરેશાન થતા લોકો અને વરસાદનો આનંદ લેતા બાળકો જોઇ શકાતા હતા. શહેરમાં ભરાયેલ પાણીના ઝડપી નિકાલ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.