મીરઝાપરના ફકીરવાડીમાં આવેલ શ્રી હરીનગર 3માં એકમાત્ર રસ્તા પર નર્મદા પાણી પુરવઠા દ્વારા ખોદકામ કરાતા વાહનચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલી

વાવાઝોડા ની પહેલા મીરઝાપર ના ફકીરવાડી માં આવેલ શ્રી હરિનગર ૩ માં જવા આવવા માટે ના એક માત્ર રસ્તા માં નર્મદા પાણી પૂરવઠા દ્વારા ખોદકામ કરી રસ્તો ખરાબ કરી નાખવામાં આવેલ છે.થોડા વરસાદ માં જ આ રસ્તો વાહન વ્યવહાર અને હાલચાલ માટે મુશ્કેલી ભરેલ થઈ
જાય છે.જેના માટે અમો રહેવાસીઓ લાગતા વળગતા તંત્ર ને ખૂબ જ રજુઆત કરવા છતાં કોઈ જ‌ પગલાં લેવામાં આવતા નથી.જે અંગે આપની ચેનલ દ્વારા
આ ન્યૂઝ પ્રસારણ કરવા વિનંતી.